*વધતી જતી આ ઉંચી ઈમારતો,*
*કે ફળીયું શું રૂપાળું છે ?*

*ચકલીને પુછો સિમેન્ટની છત,*
*કે નળીયું શું હુંફાળું છે ?*

*બાલ્કની બોલે છે દરેક ઘરની ભાષા,*
*ફળિયાના મોઢે તો તાળું છે,*

*એ.સી. નું બિલ એ બીજું કંઈ નથી,*
*બસ ઝાડ કપાઈ ગયાનું ભાડું છે.*

Gujarati Motivational by kadam raju : 111149661

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now