?? શબ્દોમાંથી સંદેશ??
*દયા:-*
પ્રભુની દયા મેળવવી હોય તો દયા શબ્દને ઉલ્ટાવી નાખો.
*દ યા ▶️ યા દ*
જે પ્રભુને 'યાદ' કરે છે તેજ તેની દયા મેળવી શકે છે.
*લોભ:-*
જીવન માંથી લોભને દૂર કરવો હોય તો લોભ શબ્દને ઉલ્ટાવી નાખો,
*લો ભ ▶️ ભ લો*
જે મનુષ્ય 'ભલો' બની જાય છે,
તેજ લોભરુપી લૂંટારાને હરાવી શકે છે.
*થાક:-*
આ ભવસાગર માં કોઈ પણ કારણસર થાક લાગ્યો હોય તો તેણે થાક ઉતારવા 'કથા' સાંભળવી.
કથા શબ્દ ને ઉલ્ટાવી નાંખો,
*થા ક ▶️ ક થા*
શ્રીમદ્ ભાગવતના શ્રવણથી થાક ઉતરી જશે.
*નર્તકી:-*
માયારુપી નર્તકીના મોહમાંથી બચવું હોય તો નર્તકી શબ્દને ઉલટાવી નાખો.
*ન ર્ત કી ▶️ કી ર્ત ન*
જે વ્યક્તિ શ્રીકૃષ્ણનું 'કીર્તન' કરે છે, તે માયાની મોહિનીમાં મોહાંધ બનતો નથી.
જય શ્રીકૃષ્ણ