દુઃખને ખુદની અંદર કેદ કરવું છે.
સુખ ને દુઃખ કરતા વધારે સતેજ કરવું છે.
કર્મ તણો આ કાફલો સાથે ઉઠાવી ચાલ્યા કરું...
ના સુખની શાને રમુ, ના દુઃખ તણાયે રોદણા રોવું...
વણઝારા સમા આત્માને ક્યાં એક ઠેકાણે કહેવું છે ?
દુઃખને ખુદની અંદર કેદ કરવું છે
સુખની ભરતી દુઃખની ઓટો, દુખની ભરતી સુખની ઓટો...
ભવસાગર તરવા ને કાજે, અહીં માંઝીં તણો છે તોટો...
આશાઓના હલેસા લઈને તોયે આગળ વધવું છે
દુઃખને ખુદની અંદર કેદ કરવું છે.
રામના વેગડા વેણ ક્યારેક સીતાએ પણ ખમ્યા હશે...
એટલે જ સ્વાભિમાન સાચવી, એ વગડે વગડે ભમ્યા હશે...
શીલની અગ્નિપરીક્ષામાં હવે મારે નથી ઉતરવું છે
દુઃખને ખુદની અંદર કરવું છે.
સુખને દુઃખ કરતા વધારે સતેજ કરવું છે.
~રૂપલ સોલંકી