Gujarati Quote in Thought by Yash Somaiya

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Arrange marriage !! ☺?

ના તો એ છોકરીને ઓળખીએ ના તો એ ક્યાં ભણતી , કેટલાં ફ્રેન્ડઝ , કોણ ફ્રેન્ડઝ , શુ આખો દિવસ કરતી , કઈ જ નહીં ખબર અને મનમેળ તેમજ પરિવાર તરફથી હા બસ એટલે લગ્ન . તો સામે છોકરાની પણ નહીં ખબર કાંઈ જ .... બસ ભરોસાપાત્ર લગ્ન ....

અરેન્જ મેરેજ , કેટલી મસ્ત વ્યવસ્થા . જ્યાં માતા પિતાની સમજુતીથી એકબીજાને પસંદ કરી શકાય . માતાપિતા ને કહી પણ શકાય કે મને ભણેલો જોઈએ કાતો નોકરી કરતો અથવા ધંધાદારી .. સામે છોકરો પણ પોતાની માંગ રજૂ કરી શકે જેમ કે , નોકરી કરતી છોકરી કે ઘરગૃહિણી તરીકે રહી શકે એવી છોકરી .. તેમજ જો છોકરી એમ કહે કે મારે તો એવા જ છોકરા જોડે લગ્ન કરવા જેની પાસે બંગલો , ઘરની ગાડી , વોશિંગ મશીન અને કામવાળા બાય પણ આવતા હોય ...


બસ જે કહીએ તે મળી જાય પછી શું ? નિભાવવાના સંબંધો બસ ...

પણ શું છતાંય આપણા સમાજમાં આટલું કરી શકીએ છીએ ?? બધી જ માંગ પુરી કરેલી હોવા છતાંય છોકરો બે જગ્યાએ મોઢું મારતો હોઈ ને છોકરી ય બીજાને જોઈને ઈર્ષ્યા કરતી હોય કે ઓહ ! અહીંયા કર્યું હોત તો સારું હોત કે નહીં ??

બસ આ જ વ્યવસ્થા ???
શુ , આ જ અરેન્જ મેરેજ ??

મિત્રો , આપણા સમાજમાં કેટલાય કિસ્સાઓ બને છે . આપણા પરિવારમાં ય ખરા !! એની પાછળના પરિબળો ફક્ત બે જ -> ઘડતર તેમજ કેળવણી ... આપણે ઘણીવાર શબ્દ સાંભળ્યો જ હશે કે પેલી છોકરી માં તો ખાનદાની હો ભાઈ , કેટલુંય સહન કરી કરીને ઘર ચલાવ્યું ત્યારે પાર પડ્યું બધું ....

ખાનદાની એટલે શુ ? ઊંચું કુળ
! પૈસાવાળા ! ના મિત્રો ખાનદાની એટલે ઘડતર તેમજ કેળવણીના પાઠ પાક્કા પાયે એને નાનપણથી શીખડાવી દેવામાં આવ્યું હોય એ ખાનદાની ...

સાચી સમજણ આપીએ આપણા છોકરા કે છોકરીઓને સારી સમજણ નહિ .. સારી એટલે ? બંગલો હોવો જરૂરી !! ગાડી હોવી જરૂરી !! ઘરના ધંધા હોવા જરૂરી !! ના મિત્રો કઈ જ જરૂર નહીં બસ આટલું સાચવવાની તેવડ તેમજ કમાવવાની તેવડ હોવી જરૂરી .. સામા પક્ષે પણ આવું જ કંઈક ભણેલી હશે પણ ગણેલી નહિ હોય તો ?? નોકરી ન કરતી હોય તો શું ? માં બાપને જ નહીં સાચવે તો !!

અસ્તુ

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Thought by Yash Somaiya : 111145662
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now