Gujarati Quote in News by kashyapj joshij

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

રાજકોટ અે.સી.બી. નો સપાટો
?બીગ બ્રેકીંગ ન્યુઝ?

રાજકોટ જિલ્લામાં બનનાર ઈન્ટરનેશનલ એરપોર્ટ ની બાજુએ આવેલ જીવાપર તથા બામણબોર ગામના ચકચારી સરકારી જમીન કૌભાંડમાં એ.સી.બી.ના ગુનામા ફરાર આરોપી એવા ચોટીલા ના જે તે સમયના નાયબ કલેકટર વિજય ચૌહાણ અને રાજકોટ ના ભૂમાફિયા સુભાષ બોદર વિરૂદ્ધ સુરેન્દ્રનગર કોર્ટ દ્વારા ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું

અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી વિજય ચૌહાણ ની આગોતરા જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે અગાઉ ફગાવી દીધી હતી.

વધુમાં આરોપી સુભાષ બોદરે ફરીયાદ રદ્દ કરવા તથા સ્ટે મેળવવા કરેલ અરજી પણ ગુજરાત હાઈકોર્ટે રદ્દ કરી હતી.

હવે આ જમીન કૌભાંડમાં જેનુ નામ ખુલવા પામેલ છે એવા રાજકોટ તથા અમદાવાદ ખાતે હોટલ વ્યવસાય તથા બાંધકામ ના ધંધાર્થી અેવા આરોપી પ્રભાત સિંધવ એ પણ ફરીયાદ પર સ્ટે મેળવવા માટે કરેલ અરજી પણ ગુજરાત હાઈકોર્ટે દ્વારા રદ્દ કરવા ની પ્રક્રિયા હાથ ધરાતા આરોપી પ્રભાત સિંધવે પોતાની અરજી આજરોજ પાછી ખેંચી લીધી છે

રાજકોટ એ. સી. બી.ના ડી.વાય.એસ.પી. અને મદદનીશ નિયામક શ્રી હિમાંશુ દોશી તથા પી.આઈ.આચાર્ય તથા પી.એસ.આઈ. સુભાષગીરી ગોસ્વામી તથા રાજકોટ અને સુરેન્દ્રનગર એ. સી.બી. ટીમ દ્વારા આરોપી ઓની શોધખોળ ચાલુ છે.

આ ગુના ની ત૫ાસ કરનાર શ્રી હિમાંશુ દોશી એ આરોપીઓ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્રિત કરી એકપણ આરોપી ને કોર્ટમાં દાદ મેળવવા દિધેલ નથી જેના કારણે આવા ભ્રષ્ટાચાર આચરનારા ભ્રષ્ટાચારીઓમા ફફડાટ વ્યાપી ગયો છે

સલામ છે આવા દોશી સાહેબ જેવા બાહોશ તપાસનીશ અધિકારી તથા તેમની સમગ્ર ટીમને..

લી.એક જાગૃત નાગરીક

Gujarati News by kashyapj joshij : 111145657
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now