Gujarati Quote in Shayri by નિશાન પટેલ સ્વાગત

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આરપાર, ઓળઘોળ, આસપાસ છે હવા,
પૃથ્વી પરના જીવનનો શ્વાસ છે હવા.

વિફરે તો લઈ આવે પવન તણો વંટોળ અને માવઠું,
પધારે જો પ્રેમે તો પ્રેમિકાનો સ્પર્શ તણો અનિલ આ હવા.

હોલવાય જો દીપ ને નામ પહેલું જે ચિત્તમાં આવે તે હવા,
જેના વિના પ્રજ્વલિત જ ન થાય કોઈ કાળે દીપ તે હવા.

આવ્યો તારા શરણે લઈ શ્વાસ અને અંતર,
હવે નક્કી કર તારે થાવું મરીઝ કે દવા??

પ્રભુ તારા શરણે આવે સૌ નાવિક ભવસાગરના
તારે હવે જોવાનું તારે થાવું નાવ બીજી કે હવા!??
- નિશાન

Gujarati Shayri by નિશાન પટેલ સ્વાગત : 111145429
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now