"મારુ ગામડું, મારી લડત"....
દોસ્તો આજે ફરી એક વાર હું લય ને આવી રહ્યો છું. ગામડાની ગલી ઓ ની રચના ને કે જયારે કયારે ગામડા ને હું યાદ કરું છું. મને મારુ બાળપણ એ સમય નું યાડ આવે છે. હું મારા ગામ ની ગલી ઓ માં રમતો-ભમતો ને ત્યાં ના વાતવરણ ને ખુશ્બૂ ની મજા લેતો એ આવે મને બહુજ યાડ આવે છે. ભલે એ ગામ ની ગલી માં એક ઝૂંપડી માં મારા બા-બાપુજી રહેતા હોય પણ ત્યાં ના લોકો મારા બા-બાપુજી ને પ્રેમ થી બોલાવતા ને હરે મળી ને દરેક કાર્ય કરતા પરંતુ આજે જોવ છુ ને તો એક ભાઈ આજે ભાઈ નો નથી રહ્યો. બહુજ આજે ખરાબ પરિસ્થિતિ નો સામનો કરી રહ્યા છે.
શા માટે આવું......?
આજે શહેરી લોકો માં મનોબળ ઓછું જોવા મળી રહ્યું છે. હ હું એ વાત સાથે સહેમત છુ. લોકો આજે રૂપિયા વાળા બની ગયા છે. પરંતુ એ રૂપિયો એ ગામ નું જીવન નથી આપી રહ્યો. એ ગામડા ઓ માં જે પ્રેમ મળી રહેતો એ નથી આજે આપી રહ્યો. આજે લોકો માં મોહમાયા નું આવરણ વધી ગયું છે. પરંતુ એવા માં હું મારા ગામ ની વાત કરું ને સાહેબ તો મારા ગામ ના લોકો ભલે જેવા હોય એવા પરંતુ ગામ ની વાત આવે તયારે બહુ લોકો પ્રોત્સાહન આપે છે. આજે "રાજપરા નં 2" માં ફરી એક વાર જળ ની સમસ્યા ની વાત આવી તો મારા ગામ ના તમામ સભ્યો એ વાત ને મન આવી સમસ્યા નું નિવકાર કરી રહ્યા છે. કોઈ પણ જ્ઞાતિ હોય પરંતુ બધા સાથે માલી ને એક કાર્ય કરી રહ્યા છે 'જળક્રાંતિ' મારા ગામ નું જે સરોવર જે "સરદાર સરોવર" કેહવા માં આવી રહ્યું છે. એમને ઊંડું કરી ને પાણી નો જે વરસાદનું વધારા નું વેડફાય જતું હતું. એમને એક સરોવર માં રહે ને ગામ ને તો ખરુજ પણ આજુ બાજુ ના માં ગામડા ઓ ની પણ સમસ્યા નું નિવકરણ આવે એ માટે વરસાદી પાણી નો સંગ્રહ થાય એ માટે ગામ ના તમામ સમાજ ના સભ્યો કામ કરી રહ્યા છે. તો હું મારા ગામ ને જ નહીં પરંતુ તમામ ગામ આવી રીતે કરે ને નવી નવી યોજના ઓ ગામ જનો નિવકરણ લાવે એ માટે હું તમામ ને વિનતી કરું છું.
'જય જવાન , જય કિસાન' 'જળક્રાંતિ વિકાસ રાજપરા નં 2'
"વિન્સ.એલ.બી.ધામેલીયા" 'રાજપરા લેઉવા પટેલ મંડળ સુરત'