English Quote in Shayri by Khyati Dodiya

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તારા આગમાનની રાહમાં
હું મોધા શણગારથી સજીને બેઠી હતી..
તારા આવાના રસ્તા પર
મેં મારા હેત થી ગુલાબની પાંખડીઓ પાથરી હતી..
તારી પ્રેમ ભરેલી નજરથી તું મને
આસાનીથી ગોતી શકે એટલે જુની રશમો ગોઠવી હતી..
તારા કુળનું સ્વાગત કરવા મેં
મારા કુળના મોટા હકદારોની ગાંઠ બાંધી હતી..
તને તારા યારો જોડે નાચવા મેં
સંગીતની આખી સૈના બોલાવી હતી...
તારી સાફામાં મોકલેલી એક સેલ્ફીના લીધે મેં
ચારેય બાજુ તારા આવ્યા પહેલા કેમારાની લાઈન કરી હતી...
મારા કરતા વધુ મારી સખીઓ
તારી રાહમાં ઉભરાતી હતી...
અને ક્ષણ આવી જ્યારે
તું મારા ઘર આવ્યો મને હંમેશના માટે તારી કરવા
મારા અધૂરી ખામીઓથી મુક્ત કરવા
મારા વિચારઓથી મને જ ખુશ કરવા
હું જેવી છું
એવી જ રીતે મને અપનાવા
મારા જીવનનો જીવનસાથી બનવા...

English Shayri by Khyati Dodiya : 111142785
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now