કાલે શ્રી હનુમાન જંયતી છે.સારંગપુર શ્રી હનુમાનજી નો મહિમા.
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
વિશ્વના ફલક પર બોલતા ચાલતા સાક્ષાત્ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજના મંદિર તરીકે પ્રસિદ્ધિ પામેલુ મંદિર તે જ આપણું શ્રી સાળંગપુર ધામ.આજે અહિંયા વિશ્વના ખુણે ખુણેથી આધી,વ્યાધિ ઉપાધિથી ત્રસ્ત પરિવારો આવે છે.અને શાંતિના ધામ શ્રીહરિના નામનું રટણ કરતા કરતા આનંદ કિલ્લોલ સાથે પાછા જાય છે.ટૂંકમાં આ ધામ માત્ર સંપ્રદાયના અનુયાયીઓ પુરતું સીમિત નથી રહ્યુ. તમામ ધર્મસંપ્રદાયના અનુયાયીઓ અને દેશવિદેશવાસીઓ માટે પણ સારંગપુર મંદિર આસ્થાન આગવું કેન્દ્ર બની ચુક્યુ છે.
વર્ષો પહેલા યોગીરાજ શ્રી ગોપાળાનંદ સ્વામીના ચરણોમાં સારંગપુરના દરબારશ્રી વાઘાખાચરે દુઃખ,દર્દ દૂર કરવા માટે અરજી કરેલી.સમર્થ સંત પુરુષ સ્વામીએ કહાનજી કડીયાને બોલાવી સ્વયં ચિત્ર તૈયાર કરીને શ્રી હનુમાનજી મહારાજની મૂર્તિ બનાવવા કહ્યું.વિ.સં.1905ના આસો વદ 5ના રોજ યોગીવર્ય ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી સદગુરુ શુકસ્વામી તથા સદગુરુ શ્રી ગોવિંદાનંદ સ્વામી પાસે પ્રતિષ્ઠાવિધિની આરતી ઉતરાવ્યા પછી ગોપાળાનંદ સ્વામીએ મૂર્તિ સામે દ્રષ્ટિ કરીને હનુમાનજી મહારાજના આવિર્ભાવનો સંકલ્પ કર્યો કે તુરંત શ્રી કષ્ટભઁજનદેવ હનુમાનજી મહારાજ સાક્ષાત્ હાજર થયા. મૂર્તિ ધ્રુજવા લાગી. તે જોઈને ઉપસ્થિત ભક્તોવતી ધોલેરાના દરબાર પૂંજાભાઈએ પ્રાર્થના કરીને કહ્યું કે સ્વામી અહીં આટલું દૈવત મુકશો તો ધોલેરાને ગઢપુર કોણ જશે? સ્વામીએ તુરંત દ્રષ્ટિ પાછી વાળી લીધી અને કહ્યુ અહીં હનુમાનજી સાક્ષઆત્ રહેશે અને તમારા જ નહિ,કોઈ પણ દુઃખીયાના દુઃખો દુર કરશે.
આજ સ્વામીના વચને અહીં પ્રતિદિન હજારો લોકો આવે છે.ભૂત,પ્રેત,પિશાચ,બ્રહ્મરાક્ષસ જેવા વળગાડોથી મુક્ત થાય છે.કોઈ પ્રેતાત્મા બહુ હઠ કરે તો સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની લાકડી દ્વારા તેને દૂર કરવામાં આવે છે.ત્યારબાદ મંદિરની બાજુમાં સભામંડપમાં શ્રીહરિ બિરાજતા એ ગાડુ અને ઢોલિયો છે.તેની નીચે બેસીને જપ કરાવવામાં આવે છે. ત્યારે તે દીન દુઃખીયાને પરમ શાંતિનો અહેસાસ થાય છે.
સારંપુરમાં મંદિર ઉપરાંત જીવાખાચરનો દરબારગઢ,રામજી ચોરી વગેરે ઘણાં પ્રસાદીના સ્થાનો આવેલા છે.અહીં શ્રીજી મહારાજ અનેકવાર પધાર્યા છે. અને અનેક રંગોત્સવ જેવા પ્રસિદ્ધ ઉત્સવો પણ કરેલા છે.
આ મંદિરમાં વિશાળ ભોજનાલય તથા ઉતારાની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ હોવાથી યાત્રિકોને ખૂબ જ સગવડતા મળી રહે છે.મંદિર દ્વારા ધાર્મિક દવાખાનું,સદાવ્રત અને ગૌશાળા ચલાવવામાં આવે છે. અને સમયાંતરે વિવિધ રોગ નિદાન ઉપચાર કેમ્પ,પશુ ચિકિત્સા કેમ્પ વગેરે પણ યોજાય છે.