*ખંજન*
========================
ખંજન ગાલના તારાં મનને મોહી ગયાં કેવાં!
ખંજન ગાલનાં તારાં મુજને કહી ગયાં કેવાં!
નયનનું સુખ એ મારું સ્પર્શી ગયું મુજ ઉરને,
ખંજન ગાલનાં તારાં અંતરે વસી ગયાં કેવાં!
હાસ્ય તારા ચહેરાનું પ્રસન્નતાને પ્રગટાવનારું,
ખંજન ગાલનાં તારાં સ્મૃતિમાં રહી ગયાં કેવાં!
એ સમય સદાય યાદ રહેશે દિલને હરનારો,
ખંજન ગાલનાં તારાં ચક્ષુને ગમી ગયાં કેવાં!
વારી જાઉં પ્રિયે તારી આ એક અદા પર હું,
ખંજન ગાલનાં તારાં માનસે રમી ગયાં કેવાં!
*ચૈતન્ય જોષી પોરબંદર. '* *દીપક '*
??????????