ભણતર એ સારું જીવન જીવવાનું એક પાસું છે. જેટલું તમે વધું ભણો તેટલું તમારું જીવન કે જીંદગી પણ આગળ જતા સારી બની રહે..
આજે આપણા દેશમાં અસંખ્ય કોલેજો છે, તેમાં અનેક જાતની ડિગ્રીઓ છે, ને ભણનારા પણ અસંખ્ય યુવક..યુવતીઓ છે. જે લોકો આજે સારુ ભણે છે ને સારા માર્કસ લાવીને ભણેછે તેઓ સારી મોટી કંપનીઓમાં પછી જોબ માટે દાખલ થાયછે ને ઉચા પગારે નોકરીઓ પણ કરતા હોયછે...
તેઓ પોતાના ભણતરનો પુરે પુરો ઉપયોગ કરીને એક સુખી જીવન કે જીંદગી જીવતા હોયછે.
પણ અમુક યુવકો ફકત કૉલેજોમાં જવા ખાતર જ જતા હોયછે..કયારેય તેઓનું મન ભણતરમાં જરાય હોતુ નથી!
ને પછી તેઓ કયારેક લવ જેવા કિસ્સામાં ફસાતા હોયછે. પછી તેઓ તેમના ભણતરનો મૂલ્યવાન સમય પણ બરબાદ કરતા હોયછે.
ઘરેથી કોલેજ જવા નીકળે પણ કોલેજ જવાને બદલે પોતાના પ્રેમી કે પ્રેમીકા સાથે દુર કોઇ બગીચામાં બેસીને સમય પસાર કરતા હોયછે.
છોકરીઓ કરતા છોકરાઓએ આ ખાસ ધ્યાન રાખવું જોઇએ કે તેમનું આ લીધેલ પગલું પાછળથી ભયાનક સ્વરુપ લેતું હોયછે...
એક તો તેમનો મૂલ્યવાન ભણતરનો સમય બગડેછે ને બીજું તેમની કોઇ સારી લાઇફ પણ બનતી નથી!
અંતે તેમના માતાપિતાના પૈસાનો પણ વ્યર્થ દૂરઉપયોગ થતો હોયછે.
ગમે તેમ મળેલી ડિગ્રી પણ તેમને પછી કામ લાગતી નથી...છેવટે નાની મોટી નોકરી કરીને તેમને સંતોષ માણવો પડતો હોય છે..કારણકે વધુ ટકા ના આવવાથી તેઓને સારી જોબ પણ મળતી નથી.
છેવટે પાછળથી તેમને જ યાદ આવતું હોયછે કે આપણે વધું ટકા લાવીને વધુ ભણ્યા હોત તો સારી જોબ મળી શકત!
સમય કયારેય પાછો આવતો નથી...માટે જે સમયે જે થતું હોય બસ તેનામાં જ ધ્યાન આપવું જોઈએ.
જીવનમાં બધું જ મળશે,
પ્રેમ..પૈસા..ગાડી.. બંગલા...પણ ભણતરનો ગયેલો સમય પાછો કદી નથી મળતો!
તેથી ભણતરના સમયે ભણી લેવું જ યોગ્ય છે.