વેકેશન માણી ને જયારે પાછી હું જાઉં
મધ મીઠી યાદ થાકી મન માં માલકાંઉં
બેગ ની સંગાથે હું છાની છલકાઉં
આખો માં આંસુ એમ લાવવાના નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ
કેટલું હું મુકું ને કેટલું હું લઇ જાઉં
યાદો ના આવરણ માં મલકાઉં
પપ્પા ને જોઈ હું પાછી છલકાઉં
બેગ માં એ બાળપણ મુકવાનું નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ
કાંઠે જતી માછલી ની જેમ બીજા કિનારા ની રાહ હું જોઉં
ક્યારે હું પહોંચું દેશ એની હું વાટ જોઉં
વિચારી વિચારી હું મન માં મલકાઉં
લાગણી ને કાંટા પર તોલવાની નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ
નથી મારે કોઈ તકલીફ બસ તમને મળવાની રાહ હું જોઉં
ક્યારે પડે મારે વેકેશન બસ ભારત અવાવની રાહ હું જોઉં
ઘણીવાર સપના માં હું પાછી ફરું
અહીંયા નું કહી ત્યાં સાંભળવા નું નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ
ઘણું સહુ છું પણ તમારી વાટ હું જોઉં
તમારું આપેલું હું વચન હું નિભાઉ
મારાં ઘર ને હું સાચવું
બોલેલુ ઓછું લાવવાનું નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ
તકલીફો ઘણી છે પણ તમને હું નહિ જતાંઉં
ક્યારે મળીશ હું તમને એ નહિ બતાઉં
દુનિયા ની સામે નહિ જતાઉ
પપ્પા ને આંસુ બતાડવા નું નહિ
પપ્પા તમારે એરપોર્ટ અવવાનું નહિ