માનવી ની માનવતા પર જરાં મને વિચાર આવે છે,
ક્યાંથી લાવે છે આટલા રંગ જીવન માં,
તું તો કાચિંડા ને પણ પાછા પાડે છે......
ઘર માંથી નીકળ્યો ઉંદર તો દવા નાખી મારી નાંખે છે
અને મંદિર માં માટી ના ઉંદર ના કાન માં પોતા ના દુઃખ
સાંભળવા લાઈન લગાવે છે
છોકરા માંગે રમકડાં તો ધમકાવી નાંખે છે
અને મંદિર માં કરોડો રૂપિયા નું દાન દઈ આવે છે
ગંગા નદી માં નહાઈ પોતા ને પવિત્ર મને છે
ને ધોયેલા પાપ ની પાની ની બોટલ ધર માં રાખે છે
કરોડો રૂપિયા ની ગાડી માં કુતરા ને રાખે છે
તું ઘર માં પણ ક્યાં ભાઈ ભાભી ને રાખે છે??
ક્યાંથી મળે તને ભગવાન આ જીવન માં
તું તારા ભગવાન ને ઘરડા ઘર માં રાખે છે