?લ્યો આજે અષાઢ થોડો વહેલો ગાજ્યો એમજ
એણે ચૈત્રને સાનમાં કીધું થોડું કાંઈક સહજ,
કે થોડું તપજે મિત્ર ઈચ્છા છે મીઠી આમની તેમજ
તો મારું વરસવું ના ગણાય એક અચરજ..!!
કીધું ચૈતરે કે હું તો સદૈવની જેમ તપીશ તેમજ
ના વિઘ્ન કર આમ ધરાને ચૂમીને ઓ તપ્ત નાસમજ,
અષાઢ તુરત આમ ઠેલાયો, ને વ્હારે આવી ધરા રજ
રવિ રથ પર ફેલાયો ચૈત્ર, ને પુનઃ મોહરી આમ્રરજ..!!?
-ભાર્ગવ જાની
૧૬/૦૪/૨૦૧૯