જિંદગીથી તું કહે છે, બાદ છે,
શ્વાસમાં ભીની પડેલી યાદ છે.
સાંજ પડતાં દૂર બોલાવે મને,
સંભળાતો એક ગમતો સાદ છે.
આંખથી વાતો કરે છે આ હૃદય,
મૌનમાં પણ આપણો સંવાદ છે.
જો કરી કારીગરી છાની હવે,
જગ કહે છે તું ઘણી ઉસ્તાદ છે.
લે તરી આવું હું દરિયાઓ બધાં,
પણ હલેસાં મારવા વિખવાદ છે