તાશકન્ત ફાઈલ્સ :
આ દેશ ફક્ત ગાંધી અને નેહરૂનો છે તો શાસ્ત્રીજી નો કેમ નહીં, આ વાત થી ચાલુ થાય છે વિવેક અગ્નિહોત્રી દ્વારા લિખિત અને નિર્મિત મૂવી તાશકાન્ત ફાઈલ્સ.
આપણે બધુ જ જાણતા કઈ પણ નથી જાણતા નો અહેસાસ આ મૂવી કરાવસે. એ તો સત્ય જ છે કે આપણે એટલું જ જાણીએ છીએ જેટલું આપણને જણાવવામાં આવે છે. આઝાદી ના 70 વર્ષે પણ આપણને સાચું શું અને ખોટું શું એ ખબર નથી.
કેહવામાં આવે છે કે ઈસવી સન 1193 માં બખટિયાર ખીલજી નામના ટર્કિશ રાજા એ નાલંદા વિધ્યાલય પર હમલો કરી સૌથી પહેલા એ લાઈબ્રેરી ને સડગાવવામાં આવી, જે ને 7 દિવસ સુધી સડગી રહી હતી, શું કામ ? કેમ કે આ દેશ નો નાશ કરવો અથવા રાજ કરવું તોજ શક્ય છે જો એના સંસ્કારો અથવા એમનું જ્ઞાન એ શું છે એ એમના મગજ માથી ભૂલવવા, કાઢી નાખી કઈક અલગ જ સત્ય કેહવામાં આવે. કોઈ એ બોલેલું અમુક વ્યક્તિ સુધી યાદ રહે અને એ વ્યક્તિ જીવિત હોય ત્યાં સુધી યાદ રહેસે પણ જે લખવામાં આવેલું હોય છે એ આવતી પેઢી ને વિકાસ અને જ્ઞાન માટે જરૂરી બની જાય અને એટ્લે જ આ દેશ ના સંસ્કારો, વેલ્યુસ અને જ્ઞાન ને ભૂલાવવા માટે એ સમયે નાલંદા વિધ્યાપીઠ ને સડગાવવા માં આવી હતી. અને સદીઑ આપણે ગુલામીમાં કાઢી.
પરંતુ વાત આવે છે દેશ આઝાદ થયો ત્યારની જ્યારે શું કામ આપણે ગાંધીજી અને નેહરૂ ને એ ક્યારે જનમ્યા કેટલી વાર વિદેશમાં હડતાળ કરી? કયાઁ આશ્રમ કર્યો કોણે કોણે શું ઉપદેશ આપ્યો કઈ રીતે અઝાદી મેળવવા જેલ માં ગયા, આપની પાસે 1869 થી લઈ ને હે રામ બોલ્યા ત્યારની 3 ગોળી છૂટી ત્યાં સુધી નો હિસાબ છે. શું કામ આપણાં ભણવામાં એ નથી આવતું કે સુભાષચંદ્ર બોસ કઈ રીતે કયાઁ કઈ કોલેજ માં ભણ્યા, કેટલા આંદોલનો કર્યા બધા ગાંધીજી ને જાણે છે, 2 ઓક્ટોબર એટ્લે સૌ કોઈ જાણે છે કે ગાંધી જી ની જન્મજયંતી પણ આપણે એટલી જ સારી રીતે વગર યાદ કર્યે જાણીએ છીએ કે સુભાષબાબુ ની જન્મજયંતી ક્યારે છે?
હું કોઈ ગાંધીજી નો વિરોધી નથી મને પણ એમના ઘણા આદર્શો ગમે છે અને એને અનુસરું છું, પણ વાત ત્યાં જ આવી ને અટકે કે ફક્ત અમુક લોકોને જ કેમ આપણે જાણીએ છીએ. આની પાછળ એ જૂના વિદેશી ઑ જેમ દેશ પર રાજ કરી ગયા એમ આપણને એટલું જ જણાવવામાં આવ્યું છે કે એ જ સારા હતા અને આ બધુજ ગોખવી દેવામાં આવ્યું છે.
ક્યારેક નીરખીને ધોરણ 6 થી 12 સુધી ને પુસ્તકો ખોલી ને જુવો, કઈ વ્યક્તિ વિષે કેટલું અને કેવું છાપવામાં આવ્યું છે, તો માલૂમ પડે કે આખો એતિહાસ એ હરી ફરી ને ગોળ ગોળ એક જ પાર્ટી આસપાસ ફરે છે. હું મારી વાત માનવાનું નથી કહતો તમે જ જાતેજ જુવો અને કહો. બધુ ચકડોળ માફક એક જ કેન્દ્રબિંદુ એ ફરસે.
અને..........વાત હવે અઝાદી પછી ની તો.....આ તશકાન્ત ફાઈલસ મૂવી જરૂર જુવો અને થોડું કોઈ પાર્ટી પ્રસપેક્ટિવ થી નહીં પણ દેશ ને જરાક ટ્રેક પર લાવવાની રીત થી જુવો.
જય હિન્દ
#moralstories