સ્વપ્ન સેવેલાં...
રળિયામણા મેં આંખોથી મોટાં.
મારાં ઘરમાં એ મારી થઈને ફરે...!
ચાલે જો ઘરમાં તો આવતા જતા આંખો મળે,
થોડું થોડું ભીનો ભીનો એનો સ્પર્શ થાય.
ઓએ....! એવો શબ્દ સંભળાય ને એક ઈશારા પછી-
એક ખૂણામાં બોલાવાય ને ધીમેથી ખાલી મને જ કહેવાય.
જલ્દી ઉઠશેને એ તો એટલે મને પ્રેમથી જગાડે,
ઉઠોને...ઉઠોને...કરી દિલને સ્પર્સે.જેવો કેટલા વાગ્યાનું એલાર્મ બોલે.
હું ને એ બંને થકી ગયા હોય તોય, ફરવા નથી લૈ ગયા કેટલા દિવસથી...!
એમ કહીને મારી સાથે રહેવાનો સમય શોધે.
તમારી માટે સ્પેશિયલ એમ કરીને જમવાનું એજ જૂનો ડબ્બો ધરે.
વારે વારે ફોન કરે, કહે નહિ ને છૂપો પ્રેમ કરે.
સાંજે ભેગા થઈએ હસ્તો ચેહરો ભ્રમરો ઉંચી કરી હાલ પૂછે.
હજાર એક સામટા નાના નાના સવાલ કરે.
બધાની વચમાં આંખોથી એ લાડ કરે.
મારે જોઈએ જ છીએ કરીને જોરથી એ બાથ ભરે,
ભૂલ કરે તો તમારા લીધે એમ કહીને અમથું અમથું માથાકૂટ કરે,
ગુસ્સો કરે,નારાજ થાય, મનાવાય...જીવન આખું જાણે કે પળમાં જ જીવી લેવાય.
રાત પડે ... હાથ પકડે વાળ પકડે જાણે કે એ આખી રાત પકડે
ચાંદ પકડે રાત રોકે એકમેકમાં આખી રાત સળગે. વ્હાલ કરે, વ્હાલી કરે, ચુંબન કરે, પ્રેમ કરે...
આવો તો શિયાળો હોય કામળો ધાબળો સ્વેટર મોજાં એણે જાણે બાથ ભરી હો.
ઉનાળામાં સાથ હો તો ઠંડક થઈ જાય
ચોમાસુ કેમ હવે આ જાય..
હોળી,દિવાળી ,નવરાત્રી,દશેરો,ઉત્તરાયણ બધા તહેવારો એ ઉજવે ને હું જોયા કરું.
લગન, વરઘોડા, બડે પાર્ટી, સેલ્ફી,બાઇકની સવારી,ગાડીની મસ્તી...
આ બધું હવે કોઈ બીજા સાથે એ પ્રેમથી આ જીવન કરશે.
હું ખુશ છું એ ખુશ છે.
પણ ભીતરતો મને કોઈ લ્હાય શેકીની બાળી ને ખાક કરે છે,
એનો ધુમાડો નથી પણ રૂંવાડે રૂંવાડે દાઝયો હોય એટલી બળતરા થાય છે.
એ હવે બીજાને પરણશે.