છે મળવું કવિને મળી લો ગઝલમાં,
ને કરવી છે વાતો, કરી લો ગઝલમાં.
કહાની દરદની લખી લો ગઝલમાં.
અનુભવ તમારો ચણી લો ગઝલમાં.
સમય સર્વ સરકી રહ્યો રેત માફક,
હવે જાતને ચીતરી લો ગઝલમાં.
જીવન વ્યક્ત કરવા તમે ઇચ્છતા હો,
બધા દર્દ પણ સાંકળી લો ગઝલમાં.
જીવનમાં હમેશાં તમે શું કરો છો?
હૃદયથી એ વાતો લખી લો ગઝલમાં.
-ઉમેશ તામસે 'ધબકાર',
વ્યારા (તાપી)