#moral Story
વાત તો વરસો થી ચાલી આવતી પરંપરા ઓની છે.
વૃંદા ની સાથે આવું જ કંઈ થયું હતુ.કોલેજ સુધી મોજ મસ્તી માં મોટી થયેલી .ઘરના બધાં નો ખૂબ પ્રેમ ને લાડકોડમાં ઉછરી હતી.
મમ્મી પપ્પા ના આંખ નું રતન .વૃંદા હતી પણ નટખટ .રમતિયાળ ને વાચાળ.શાળા કોલેજ માં ઘણાં બધાં ઈનામ જીતી લાવી હતી.
વૃંદા એક ની એક એટલે લાડકોડમાં એને કોઈ કંઈ બોલતું નહી.ને વૃંદા એવું કાંઈ ફરિયાદ આવે એવું કરતી પણ નહી.
ભણવામાં ખૂબ હોશિયાર પણ પપ્પા પણ ખાધેપીધે સુખી એટલે બહાર નોકરી કરવાની મનાઈ .વૃંદા પાણી માંગે તો દૂધ હાજર કરતા .દરેક જરુરિયાત પુરી કરતાં.
કયારેક વૃંદા ના મમ્મી ગુસ્સે થતા..કે દિકરી સાસરે જશે તો આ બધું નહી મળે તો આકરું લાગસે.
તો વૃંદા ના પપ્પા કહેતા કે મારી દિકરી સાસરે જશે જ નહી..એના માટે રાજકુમાર શોધીશ ને એને જ આપણા ઘરે રાખીશ.ને ઘર માં આવું હસી ખુશી નો માહોલ બન્યો રહેતો.વૃંદા ને ખૂબ મઝા પડતી જયારે એના પપ્પા એનો પક્ષ લઈ ને મમ્મી જોડે મીઠો ઝગડો કરતાં.
આમ ને આમ દિવસો પસાર થતાં ને વૃંદા મોટી પણ થઈ .મમ્મી નો કકળાટ ..વૃંદા માટે મુરતિયા જોવા માટે.રાજકુમાર શોધવા માટે..
અંતે વૃંદા ની મમ્મી નું માન ને લાગણી સમજી ને વૃંદા માટે છોકરા જોવાનું શરુ કર્યુ.
સૌમિલ દેખાવ માં ખૂબ સરસ લાગતો છોકરો હતો.ભણતર માં પણ સારી ડીગ્રી લીધી હતી.ને મહીને સારા પગાર થી જોબ કરતો હતો.
ઘરમાં બધાને સૌમિલ પસંદ પડયો ને સગાં સંબંધીઓ ની હાજરીમાં સગાઈ થઈ ને મહીના માં લગ્ન પણ રંગેચંગે થયા.
મહીના માં તો કશો ખ્યાલ ના આવ્યો વૃંદા ને પણ લગ્ન કરીને જયારે સાસરે ગઈ તો ઘરનાં માહોલ પરથી ખબર પડી કે સૌમિલ ઘરના લોકો નું મન રાખવા માટે જ આ લગ્ન કરેલાં .
સૌમિલ કોઈ બીજી છોકરી ને ચાહતો હતો.વૃંદા ને સમજ આવી .સૌમિલ ને એ ખૂબ પ્રેમ કરતી હતી .પણ આવું સાંભળી ને વૃંદા ના દિલ પર જાણે વિજળી પડી.
મમ્મી પપ્પા ને ખૂબ દુઃખ થશે કે વૃંદા સાસરે થી પાછી આવી?? સમાજ મમ્મી પપ્પા ને એમની નજરો થી જીવવા નહી દે..
ખૂબ મુંઝવણ અનુભવતી વૃંદા શું કરવું ?? નો કોઈ ઉપાય ના મળતાં પોતાનું જીવન જ ટુંકાવી દે છે.
કોઈ નું શું ગયું ?? સૌમિલ ને શું ફર્ક પડશે?? પણ વૃંદા ને માતા પિતા ની હાલત તો કોઈ કલ્પી પણ ના શકે એટલી હદે ખરાબ હતી એક ની એક દિકરી ને ગુમાવી ને.
સત્ય ઘટના પર આધારિત..નામ બદલયા છે.