આ ગઝલ સમર્પિત છે; ખાસ મિત્રો ની દિલદારીને.
ફળે છે ઇબાદત, ને ખુદા મળે છે
મિત્રોને નિહાળીને, ઉર્જા મળે છે..।
નથી જાતો હું મંદિર, મસ્જિદ, ચર્ચમાં
મિત્રોના દિલોમાં જ દેવતા મળે છે..।
ખસું છુ હું જયારે સતત ખુદમાંથી
મિત્ર તારા હૃદયમાં જગ્યા મળે છે..।
સમય છે ઉકળતો ને જીવન સળગતું
મિત્રોની હથેળીમાં, શાતા મળે છે..।
ઈચ્છા ને તમન્ના બધી થાય પૂરી
મને ઊંઘમાં મિત્રના સપના મળે છે..।
ડૂબું છુ આ સંસાર સાગરમાં જયારે
મિત્રતાના મજબૂત તરાપા મળે છે..।
દવાઓ ને સારવાર નીવડે નકામી
મિત્રોની અસરદાર દુઆ મળે છે..।
જીવન કે મરણની ગમે તે ઘડી હો
સદનસીબે મને મિત્રોના ખભા મળે છે .