દરીયાની એ સફર...
શોધી રહી છું હું મારી દુનીયા તારા ભીતરમાં ક્યાંક આજ,
પણ દેખાતી નથી એ મંઝીલ , જેને નીકળી છું શોધવા ને કાજ
વસાવી તો લીધી છે મારી દુનીયા તારામાં ,
ના વિચાર્યુ કે એને શું ફર્ક લાવી દીધો મારામાં
નીકળી હતી હું તો એ દરીયા ની મોજ માણવા ,
ત્યાં જઈ સમજાણું કે ઘણું બધું છે આ દરીયામાં જાણવાં
ડૂબતી 'તી મધદરિયે નાવ એ મારી , આવીને ખલાસી બની ઉગારી તે...
લાગ્યું જાણે પાનખર માં વસંતે આવીને, કુદરતને નિખારી છે...
તારા આ પરોપકાર ને મારા દીલ માં ઉતારી ગઈ ,
જાણતા અજાણતાં તારી પાછળ હું બધું જ હારી ગઈ
સમજાવી તે મને,
ખલાસી ને નાવ નો સંબંધ તો દરીયા પુરતો સીમીત છે ,
કીનારે પહોચી ખલાસી નુ જવુ તો નિશ્ચિત છે
તારો સંબંધ તો આ વિશાળ દરીયા સાથે જોડાયેલ છે,
શોધ તારા અસ્તિત્વને , જે આ મધદરિયે ખોવાયેલ છે
આવીશ પાછી તું આ જ કીનારે , શોધી ને અસ્તિત્વ તારુ ,
રાહ જોવું છું હું આ જ કીનારે ,જોવા પરિવર્તન ન્યારુ
એકમેક માં ખોવાઈ ને પછી...
ફરી નિકળીશું દરીયાની એ જ સફરે...
- માનસી પટેલ