Gujarati Quote in Story by Shailesh Rathod

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MORALSTORY

હેપ્પી વેલેન્ટાઈન ડે



#મોરલ story



રાત્રે વેલેન્ટાઈન ડે વિષે લેખ લખી માતૃભૂમિ પર અપલોડ કર્યો.



ફેસબુક પર પણ લખ્યું,"પ્રેમ એટ્લે જીવન...જ્યાથી જીવન જીવવાની જડીબુટ્ટી મળે.પ્રેમ એટલે બિનશરતી એકમેકમાં ભળી જવાની સજા.પ્રેમમાં સ્વાર્થ નહીં પરમાર્થની ભાવના હોય.માંગ્યા પહેલા સમજી સમર્પિત થાવ તો પ્રેમ અમર બની જાય.જો પ્રેમમાં હ્રદયને સ્થાને મગજ વિચારવા લાગે ત્યારે સ્વાર્થનું આગમન થાય.પ્રેમમાં વેદના મળે તો સ્મિત સાથે સ્વીકારવી.પ્રેમમાં સ્પર્શ અને શરીર ઈશ્વરીય આનંદનો ભાગ છે.શરત વગર સમર્પણ એટલે સાચો પ્રેમ.."હેપ્પી વેલેન્ટાઈન."

સવાર સુધીમાં એક હજારથી વધુ લાઈક અને અસંખ્ય કોમેન્ટ આવી ગઈ.આટલો બધો રિસ્પોન્સ મળ્યાનો આનંદ હૈયે સમાવી સવારે લાલ દરવાજા સ્થિત મારી શાળામાં જઈ રહ્યો હતો.



આજે "વેલેન્ટાઈન "ડે હોઈ મોટાભાગે યુવક યુવતીઓની ચહલ પહલ શરૂ થઈ ગઈ હતી.લાલ વસ્ત્રોમાં સજ્જ યુવાન હૈયાઓમા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.સહુના ચહેરાઓમાં ગજબનો ઉત્સાહ હતો.

રસ્તામાં કોલેજ આવે.કોલેજના ગેટ ઉપર દૂર થી એક યુવાનને ઉભેલો જોયો.અમારી આંખો મળી.ધીમું સ્મિત કરક્યું.ભુતપૂર્વ વિધાર્થી હશે તેવી અનુભૂતિ સાથે હું નજીક પહોચ્યો તો તે હાથમાં ગુલાબ લઈ મારી પાસે આવ્યો.હું તેના તરફ વળ્યો.મે બાઈક ઊભું રાખ્યું.તેણે ગુલાબ ધર્યું.આનંદવિભોર બની ગુલાબ સ્વીકાર્યું અને મે કહ્યું,"થેન્ક યુ, હેપ્પી વેલેન્ટાઈન ડે"



ત્યાં યુવક બોલ્યો,"સર,દશ રૂપિયા."



પછી તે દોડી કોલેજના ગેટ ઉપર લટકાવેલી બીજા ગુલબોની થેલી લઈ મારી પાસે આવ્યો.



હું સ્મરણમાં સર્યો. અરે!આ તો પ્રેમ. જેના પિતાના અવસાન પછી 2 બહેનોને ભણાવવાની જવાબદારી માટે ઘરે પતંગ બનાવવાનું શરૂ કર્યું હતું..માતાને ટીબી હોઈ દવાઓનો ભાર પણ પ્રેમને માથે.

"પ્રેમ!..."જાડા કાચના ચશ્મામાંથી તે મને ઓળખવા મથી રહ્યો.

મે વધુ 56 ગુલાબ માંગ્યા. તેને આશ્ચર્ય થયું. તે ઓળખી ગયો તેના હાસ્યમાં પણ ઘરનો ભાર હતો.

સ્કૂલમાં જઈ દરેક બાળકને પ્રેમની ભેટ આપી.

Gujarati Story by Shailesh Rathod : 111134833
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now