"ટેરવાં"
ધીરાં ધરાં રે વગાડ, કાળજા માં વાગે છે ટેરવાં
લપતાં ને છપતાં આવી, ઉભા છે બાર માં;
ખોલે છે હૈયાં ના દ્વાર, ટકોરા મારે છે ટેરવાં.
હસતાં ભીત્યુંએ ઓલ્યા ચાકળે ચંદરવે;
માંડયું છાંડ્યું માં મલકાય, ટોડલે ટહુકે છે ટેરવાં.
તા ણા વા ણા જેમ ચોટયાં ગોકુળ ને,
ગોપીને હૈયે ગૂંથાય, વનરાવન માં ગુંજે છે ટેરવા.
જીવન જંજાળ ઘડીક મમતાને ખોળલે;
બાળક બનીને ઊંધી જાય, માથડા પંપાળે છે ટેરવાં.
ડૂકી ગયાં હોય ભલે નદિયું નાં વેંણ 'દાદ'
અંતરના નીર ઊભરાય, વિરડા ગાળે છે ટેરવાં.
: - રચના કવિ શ્રી દાદ