*અનુભવ*
માં તારી મમતાની આંગળી પકડી પહેલી પગલી પાડતાં શિખ્યો હું.
માં આપનાં આવ આવ ના વિસ્વાસના શબ્દે દોડતા શિખ્યો હું.
ભલે નું આજ ભાગતા શિખ્યો અનુભવના આધારે આપથી દુર હું.
શાળામાં ગુરુ મળ્યા કખગ અને અંક મળ્યા શબ્દોમાં કહેતા શિખ્યો હું.
શિક્ષણનુ ભાથું મળ્યું ને અનુભવ જ્ઞાનનો પ્રકાશમાં ઝળહળી ઊઠયો હું.
કહે નર પળ પળ ના અનુભવ માં કંઈક નવું રોજ બરોજ શિખ્યો હું.
નારાણજી જાડેજા
"નર"
મુન્દ્રા કરછ