# Moral stories
પાંચ વર્ષનો ચિંટુ તેના મમ્મી - પપ્પા તથા નોકર - ચાકર સાથે વિશાળ બંગલામાં રહેતો હતો. જતીન અને શાલિની એ આ જમાનામાં એશો - આરામ માટે જરૂરી કહેવાતી એવી તમામ ભૌતિક સુખ - સગવડો ચિંટુ ને આપી હતી. ચિંટુ ની નાની સરખી ઈચ્છા પણ નોકર માટે હુકમ સમાન હતી. ઘરમાં તેનો પડ્યો બોલ ઝીલાતો. તે માંગે તે વસ્તુ - દરેક વસ્તુ તરત જ હાજર થઈ જતી. પરંતુ બંને માંથી એકેય પાસે ચિંટુ માટે ટાઈમ ન હતો. જતીન તેના બિઝનેસ માં તો ક્યારેક વર્લ્ડ ટૂર માં બિઝી રહેતો, જ્યારે શાલિની તેની કિટ્ટી પાર્ટી, બર્થડે પાર્ટી તો ક્યારેક મહિલા મંડળ ની આગેવાની અને ભાષણો માં બિઝી રહેતી. ચિંટુ નાનો હતો ત્યાર થી આયા પાસે જ રહેતો. તેનું બધું જ કામ આયા સંભાળતી - નવડાવવું , ખવડાવવું, રમાડવું - બસ આયા તેની બધી ફરજ બજાવતી પરંતુ આ બધા સુખની વચ્ચે ચિંટુ ની માસુમ - નિર્દોષ આંખો કંઈક શોધ્યા કરતી....
એક વખત સ્કૂલ માં તેના ટીચર 'માંઁ ' વિષય પર સમજાવતા હતા. માંઁ બાળકને આવી રીતે વ્હાલ કરે, ખવડાવે, વાર્તા કહે, બીમાર હોય ત્યારે ખોળામાં માથું રાખી પ્રેમ થી માથા માં હાથ ફેરવે. આ બધું સાંભળી રહેલા ચિંટુ એ વિચાર્યું " મારી પાસે મમ્મી છે એના બદલે એક ' માંઁ ' હોત તો .........