એક સાંજ એવી પણ હતી જ્યારે
હાથ માં હાથ લઈને કરી હતી સ્નેહસભર વાત
આજે પણ તારા હાથ ની તે ઉષ્મા ને તે
લાગણી ની ભીનાશ માં નખશિખ ભીંજાય જવાય છે..
એક સાંજ એવી પણ હતી જ્યારે
તારી આ કાળી આંખો માં જોતા
જોતા સંધ્યા ઢળી ગઈ હતી ને આજે
પણ તારી તે કાળી આંખો માં
છલકાતો સ્નેહ મન ને ભીંજવી જાય છે..
એક સાંજ એવી પણ હતી જ્યારે
તારી છાતી પર માથું ઢાળી ને
તારા દિલ ના ધબકારા સાંભળતા
સાંભળતા વિતાવી હતી ને આજે
પણ તે ધબકારા નો અવાજ મારા
ધબકારા વધારી ને જાય છે..
એક સાંજ એવી પણ હતી જ્યારે
ખબર હતી બંને ને કે આ સાંજ
પછી હવે ક્યારે મળીશું તે પણ
નક્કી ન હતું પણ એટલી જરૂર
ખબર હતી કે આ લાગણી ને
અહેસાસ હૃદયમાં હંમેશા એકબંધ રહેશે....
આજે આ સાંજ એવી છે જ્યારે
તું મારી પાસે નથી પણ તારી યાદો,
તારી વાતો, તારો સ્નેહ મારી પાસે છે
ને એક એવી આશ પણ છે કે કોઈ
સાંજે આપણે ફરી મળી જઈશું...