એક હાથ દ્વારા પરસેવો લૂછતાં, બીજા હાથની આંગળીઓ મોબાઇલફોનમાં રસ્તો શોધવા માટે નેવિગેશન-એપ પર આમેતેમ ફરી રહી હતી. ગલીના ખૂણા-ખાંચાઓ વચ્ચે રસ્તો શોધવો 'અજય' માટે મુશ્કેલ હતો. હવે સ્થળ નજીક જ છે એમ જોઈને જેવી એણે ઉપર તરફ નજર કરી, કે એની આંખો થોડા સમય માટે એ તરફ જ સ્થગિત થઈ ગઈ! શું આ સ્વપ્ન હતું કે પછી તાદૃશ એ અતિ સુંદર ચહેરાનો આજે ત્રણ વર્ષ પછી ફરીથી સાક્ષાત્કાર થઈ રહ્યો હતો ? 'ધ્વનિ'એ એને પહેલેથી ત્યાં જોઈ લીધો હતો, પરંતુ અજય સામે આંખ મિલાવાની તસ્દી એણે ન લીધી. એ રસ્તાના બીજા કિનારે ઓટો-રિક્ષાની રાહ જોઈ રહી હતી. હવે ચાલતા ચાલતા અજયનું ડેસ્ટિનેશન આવી ગયું હતું, ને આ બાજુ ધ્વનિને પણ રીક્ષા મળી ગઈ. બંનેએ એકબીજાને જાણે જોયા જ ન હોય એમ, પોતપોતાના કામમાં બીઝી થઈ ગયા ! બંને પોતપોતાના કામ પતાવીને ઘરે પહોંચ્યા. ધ્વનિના મગજમાં એ પાંચ વર્ષ જૂનું રિલેશન, અજય, એની બધી યાદો ને એમાંય ત્રણ વર્ષ પહેલાં થયેલું બ્રેકઅપ; આ બધા વિચારો તો રિક્ષામાં બેસતા જ ચાલુ થઈ ગયા હતા. આ બાજુ અજયે પણ ધ્વનિને આટલા સમય બાદ જોયા પછી પોતાના એ કલાઇન્ટ સાથેની મિટિંગમાં વધારે ધ્યાન આપ્યું ન હતું. રાત પડતાં જ બંને પોતપોતાના બેડમાં ગયા, પણ વિચારો એમનો પીછો છોડતાં ન હતા......
ધ્વનિની આંખમાં અજયના કારણે આંસુ હતા ;
અજયના ચહેરા પર ધ્વનિને જોયાની ખુશી હતી !
બસ, બને રાત પુરી થવાના ઇન્તેજારમાં આમથીતેમ પડખા ફેરવતા રહ્યા .....
મોરલ - જૂનો પ્રેમ ક્યારેય ભુલાતો નથી. એ હંમેશા અકબંધ રહે છે....
કોઈ એને યાદ કરે છે, તો કોઈ એની ફરિયાદ !
#MoralStories