લીધો છે ઇમાનદારીનો રસ્તો , એકલો છું
મુસીબતમાંય રહું છું હસતો, એકલો છું.
નથી ભીડ મારા માર્ગમાં ક્યારેય દેખાતી,
પ્રમાણિકતાના પંથમાં વસતો, એકલો છું.
છોને દુન્વયી ટીકાઓ મારા વિશે થનારી,
કૈંક કરી છૂટવા કમર કસતો, એકલો છું.
મંજૂર છે મને માર્ગના અંતરાયો સઘળા,
હરિને રાજી રાખવાને મથતો, એકલો છું.
છે દ્રઢ ભરોસો મને પરમપિતાનો હંમેશાં,
એના વિશ્વાસે હંકાર્યે હું જતો, એકલો છું.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '