બસ ઓ નિરાશ દિલ આ હતાશા ખરાબ છે ,
શું લાગે તને આ જગમાં બધા કામયાબ છે ..??
ન લે ભાગ જો કોઈ એમાં મારો શું કસૂર ??
પી રહ્યો છું જે હું આખરે બધાનો એ " શરાબ " છે ..
પૂછ કોઈ હ્ર્દયને સ્વમાની આઘાત એનો ,
હમદર્દીઓ જગતની ખરેખર અજાણ છે ..
નથી કંઈ પણ લખાણ છતાં ભૂલ નીકળી
વિચિત્ર કેવી આ પ્રેમની કિતાબ છે ..
બે ચાર ખાસ ચીજ છે એની જ છે અછત ,
બાકી આ જગતમાં બધું જ બેહિસાબ છે ..