#moralstories
IIT,દિલ્હી માં આજે best inovation of the year નો એવોર્ડ કૌશિક મહેરા ને અપાય રહ્યો હતો.એક સ્વયં વિચારસરણી ધરાવતો રોબોટ બનાવવા માટે. કૌશિક મહેરા ને તેની આ યાત્રા વર્ણવવા કહેવામાં આવ્યું.
તે હહી અને બોલ્યો,"એક ધનિક ઘરનો એસો આરામ માં રહેલો છોકરો જેના ઘરે આજથી 30 વર્ષ પહેલાં ગાડી ડ્રાઈવર સાથે રહેતી. જેનું 25 રૂમ નું આલીશાન ઘર હતું. જેના ઘરમાં 24 કલાક ના 3 નોકર રહેતા.તે છોકરો જ્યારે 10મુ ધોરણ પૂરું કરી રહ્યો ત્યારે તેના પિતા પાસે થી બેધ્યાન પણાં માં બધું જ છીનવાય ગયું અને તેઓ રસ્તા પર આવી ગયા.પિતા કંઈક નાનું મોટું કરી અને કમાતા પણ અમે માત્ર પેટ ભરવા અને માથું ઢાંકવા જ સક્ષમ હતા . મારા આગળ ના અભ્યાસ માટે પૈસા ન હતા પણ મારે ફરી એ એસો આરામ જોઈતો હતો એટલે ભણવું હતું.એ ભણવા મેં મારાથી નાના વિદ્યાર્થી ઓ ને ટ્યૂશન આપવાના ચાલુ કર્યા.એમાંથી મેં એન્જિનિયરિંગ B. E. અને M. E. પૂરું કર્યું અને આ રોબોટ ના પ્રોજેક્ટ માં લાગ્યો.આમાં સૌથી મોટો મને સાથ આપનાર ઈશ્વર હતા. એમના માં વિશ્વાસ રાખી અને દ્રઢ મનોબળ સાથે હું આ મુકામે પહોંચી શક્યો છું.અને કદાચ ફરી પેલા જેવી જિંદગી જીવી શકીશ."
મોરલ:જો દ્રઢ મનોબળ અને ઈશ્વર નો સાથ હોય તો કઈ પણ અસંભવ નથી.
--પર્લ મહેતા
-- Manish S Mehta
માતૃભારતી થકી પ્રસારિત થઇ https://www.matrubharti.com/bites/111127415