આપે છે એ લાંચ, ભીતર આગ ભભૂકે.
અંતર એનું તું વાંચ, ભીતર આગ ભભૂકે.
ઘરમાં છે ગાંધીના ફોટા સત્યનો ઉપાસક,
સિધ્ધાંતને આવે આંચ, ભીતર આગ ભભૂકે.
નથી ઈચ્છતું રુવાંડું સુધ્ધાંયે ભ્રષ્ટાચારને,
જીવન આરપાર કાચ, ભીતર આગ ભભૂકે.
વટલાયો છે મજબૂરીથી સાવ સાચ્ચો એ,
નથી આચારે કૈં ખાંચ, ભીતર આગ ભભૂકે.
દિલ તો એનુંય દાઝે છે દુન્વયી શિરસ્તાથી,
પૂછાતો માણસમાં પાંચ, ભીતર આગ ભભૂકે.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '