રસ્તા ઉપર જતો હતો.
ક્યાંક ટ્રીફિક જામ,
વાહનનો ના હોન,
તો કોઈ ને જલ્દી ને નીકળી જવાની ઉતાવળ આવા માં,
તો કોઈ પાન ના ગલ્લા ઉપર મેચ ચાલતી હતી.
ત્યાં એક ભિખારી ભીખ માંગતો હતો.
કોઈ આપતું તો કોઈ ન આપ્યું. પછી નિરાશ થઈ ને આગળ વધી જતો. લાગતું હતું કે ભૂખ્યો હશે. પછી લાગ્યું કે આતો એનો ધંધો હશે. પછી લાગ્યું કે કોઈ મજબૂતી હશે. અને. છેલ્લે લાગ્યું કે જેવી ભગવાન ઈચ્છા !.
લાગતું હતું કે , હવે તો તે ભિખારી ને કોઈ ના પડે કે કોઈ તોછડાઈથી બોલાવે તો પણ તે કોઈ બોલતો નહિ લાગતું હતું કે હવે તો તેને આ ટેવ પડી ગઈ હશે.
પછી માણસની ટેવ મુજબ જોયું કે કયા ધર્મનો છે આને આપવું જોઈ કે ન આપવું પછી યાદ આવ્યું કે ભૂખ, તરસ, અને મજબૂરીના કોઈ ધર્મ નથી હોતા.
પછી તે તેને કોઈએ પૈસા આપ્યા પછી થયું કે પૈસા કરતા તો કોઈ નાસ્તો આપ્યો હોત તો સારું હતું.
પછી આગળ ચાલ્યો કોઈએ તેને પૈસા આપ્યા પછી તેની આંખોમાં થોડો સંતોષ દેખાતો હતો. પણ પૂર્ણ તો નહીં જ,પછી તે આગળ ગયો. તેને પણ પૈસા ન આપ્યા અને તે આગળ ચાલ્યો.
પછી તેના હાવભાવ માં કોઈ ફરક ન હતો, તેને દરરોજ નું હતું અને લાગતું હતું કે ભીખ માગવી તેની મજબૂરી નહિ, ભૂખ નહિ પણ ધંધો હતો.
પણ શું તે સાચેજ ધંધો હતો, કે પછી મજબૂરી તે સમજાયું નહિ. માણસ પોતાની ભૂખ અને જરૂરિયાત સંતોષવા માટે શું કરશે તેની કઈ ખબર જ નથી પણ હા એક વાત સમજાઈ કે ભૂખ અને જરૂરિયાત ના કોઈ ધર્મ નથી હોતા. પણ તે તો સમય સંજોગો અને પરસ્થિતિ જ નક્કી કરે છે કે તે સમયે શું કરવું.
સમાપ્ત.