અઢી અક્ષર નું નામ છે તે
કોઈ કહે છે પ્રેમ છે તે
કોઈ કહે વ્હેમ છે તે
કોઈ માને ઈબાદત છે તે
કોઈ સમજે લાગણીઓ ની રમત છે તે
કોઈ પોતાની જિંદગી ન્યોછાવર કરી દે
તો કોઈ માટે સમય પસાર કરવાનું સાધન છે તે
જે છે તે પણ છે તે અદભુત
વર્ષો ના વર્ષો જે ન સમજાયું
જેને કોઈ પુસ્તક થી પણ ન જાણી શકાયું
એવો લાગણી નો અહેસાસ છે તે
ઈશ્ક કહો કે પ્રેમ કહો કે ચાહત કહો
મહોબ્બત કહો કે આશિકી કહો
જે કહો તે પણ છે તો તે જિંદગી નો
સૌથી સુંદર અહેસાસ છે તે....