Gujarati Quote in Blog by Niyati Kapadia Nirjhar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક હકીકતની તમને જાણ છે... માનવ મનની જસ્ટ વાત કરું,

કંઈ પણ સારું થવાની શક્યતા હોય તો એમાં આપણે પોતાની જ કલ્પના કરીએ...
અને
જો કંઈ ખરાબ બનવાની શક્યતા હોય તો બાજુવાળા પહેલા યાદ આવે...?

કોઈ કહે બાબો મોટો થઈને બહુ પૈસાવાળો થવાનો.. તો આપણને આપણો બાબો જ દેખાય નોટોની થપ્પીઓ રમતો પણ,
જો કોઈ એમ કહે બાબો મોટો થઈને જેલમાં જવાનો તો... પહેલાં બાજુવાળાના તોફાની બાબાઓ જ યાદ આવે.

માનવ મન છે સાહેબ એના મુજબ આપણું બધાથી સારું અને બીજાનું ખરાબ, સારું હોય તોય આપણા જેવું તો નથી જ!!

કોઈ કહે છોકરીઓ બોલકી, પોતાના હક માટે લડતી હોય એ જ સારી... હવે જો એ તમારી દીકરીની વાત કરતા હોય તો તમે તરત જ કહી દેશો હા..જી બિલકુલ એમ જ હોવું જોઈએ, પણ
જો એ તમારી પુત્રવધૂ વિષે કહેતા હશે તો...? તમે ડોળા કાઢીને એને જોઈ જ રહેશો... બોલવાનું પણ નહિ સૂઝે ?

માનવ મન બહુ બહુ અટપટું છે સાહેબ ક્યારેક ન બોલવામાં નવ ગુણ બતાવે તો ક્યારેક કહે બોલે એના જ બોર વેચાય... એટલે જ કહું છું ભલે આપણું જ રહ્યું.. એનાથી સંભાળીને રહેવું...
આપ સૌને નિયતી ના જય શ્રીકૃષ્ણ ?

Gujarati Blog by Niyati Kapadia Nirjhar : 111124868
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now