="Moral storry"
મુબારક
રાજદરબાર ઠસોઠસ ભરાયો છે ભાવનગરની
રાજ દરબારીઓમાં ખુસુર-ફુસુર થઈ રહી છે.
કોઈ ગંભીર ઘટના ઘટી હોય એવો વરતારો વર્તાઈ રહ્યો છે.
રાણીવાસથી વાવડ મળ્યા રાણીનો હાર ખોવાયો છે.
એક એક જણ એ વાતથી સુપેરે જ્ઞાત હતો કે નિલમબાગની રખવાળી કરતા મુબારક જોડે અલંકારો સાચવવાના પટારાની ચાવી રહેતી.
મુબારક એટલે મહારાજ નો ભરોસામંદ વ્યક્તિ સાવ સીધો અને સિમ્પલ માણસ..
વાત જાણીને મહારાજ ખુદ અચંબામાં પડી ગયા.
ચાવી મુબારક જોડે રહેતી હોય તો સભા બોલાવી એને પૂછવું પડે એમ જ હતું. આ
ખોટુ છે જાણવા હોવા છતાં મહારાજે એક દરબારી ને નિલમબાગ પર મોકલી મુબારકને તેડાવ્યો.
આખી ઘટનાથી સાવ અજાણ મુબારક રાજાની વફાદારીની ખુમારીની ચહેરા પર ચમક પાથરી ઉતાવળા પગલે મહેલમાં પ્રવેશ્યો.
મહારાજને ઝૂકીને સલામ ભરી.
મહારાજે પૂછ્યું "મુબારક મહારાણી નો હાર ખોવાયો છે અને પટારાની ચાવી તમારી જોડે રહે છે આવું કેમ થયું..?
ઈમાનદાર મુબારક વિચલિત ન થયો.
પોતાના ખભે હંમેશા એક રૂમાલ રાખતો મુબારક.. તરત એ રૂમાલને ભૂમિ પર પાથરી એના પર ઉભો થઇ ગયો અને બોલ્યો.
માઈ બાપ મને વાતની કંઈ ખબર નથી. એ સાચુ છે કે ચાવી મારી પાસે જ રહે છે.
હાર ક્યાં ગયો એની મને ખબર નથી.!
ઠીક છે પણ એટલું કહેવા માટે તારે આમ રૂમાલ પર ઊભા રહેવાની શું જરૂર હતી.?
જરૂર હતી મહારાજ આ એ રૂમાલ છે જેને પાથરી મેં હંમેશા ખુદાની બંદગી સિવાય બીજું કોઈ કાર્ય કર્યું નથી એના પર ઉભા રહીને મેં તમને સાચી હકિકત જણાવી.
મુબારકની વાત ટાળી શકાય એમ નહોતી કેમ કે મહારાજ ને એના પર ભારોભાર વિશ્વાસ હતો.
બાદમાં રાણીને યાદ આવ્યુ હાર તો કોઈ પુસ્તક વાંચતાં એમાં ભુલાઈ ગયેલો.
ભાવનગરની રૈયત વાત કરે છે મુબારક એવો જ હતો તેના હાથમાં પગાર આવતો એટલે એ લઈ મહેલમાંથી જેવો નીકળતો રસ્તામાં જેટલા પણ ફકીર ભિક્ષુક અને જરૂરતમંદ મળતા એને પૈસા આપી ઘરે આવતો.
બચે તો ઘરે આપતો નહિ તો કંઈ નહી.
સગડ મળ્યા મુબારક આવ્યો નથી.
મહારાજે તપાસ કરાવી.
તો જાણવા મળ્યું કે મુબારક હવે અલ્લાહને વરી ગયો.
મહારાજ એના જનાજાને કાંધ દેવા રસ્તા પર દોડી આવે છે.
ઘણી વાર થઈ છતાં જનાજો નીકળ્યો નથી.
શું વાત છે ? જાણવા માટે એક દરબારી ને મુબારક ના ઘરે મોકલાય છે.
રાજ દરબારી આર્જવ સ્વરે મહારાજને જણાવે છે.
મહારાજ મુબારક ના ઘરના સભ્યો જોડે મુબારક ની લાશને પહેરાવવા કફન પણ નથી.
ન જાણે કેટલાય સમયથી ભુખ્યો હશે એનો પરિવાર..
પોતાના માણસ ની વાત સાંભળી મહારાજ ની આંખો વિસ્મયથી પહોળી થઈ જાય છે.
એ પૂછી બેસે છે એને પગાર તો નિયમિત મળતો હતો ને..?
પગાર તો મળતો જ હતો મહારાજ પણ જે મળતું એને આ મોટો દાનવીર દુઃખિયારા ગરીબ અને ફકીરોને વહેંચી નાખતો.
એની આવી ટેવને કારણે પરિવારને ઘણી વાર ભૂખ્યા રહેવું પડતું.
મહારાજને આઘાત લાગ્યો એમને હુકમ કર્યો જાઓ એમના ઘરે કહી દો કે મુબારક નો જનાજો રાજ તરફથી શણગારવામાં આવશે.
અને ખુદ મહારાજ એને કાંધ દેવા રસ્તામાં ઉભા છે.
મુબારક નો જનાજો જોવા આખું ભાવનગર ઉમટી પડ્યું મહારાજે એકધારી કાંધ દીધી.
કહેવાય છે જ્યારે એની કબરમાં માટી દેવાઈ રહી હતી ત્યારે ભાવનગર નગરીનો રાજવી પોતાના આંસુઓ વડે મુઠ્ઠીની માટીને ભીંજાવી પવિત્ર કરી રહ્યો હતો.
આજે પણ ભાવનગરના એક મકબરામાં મુબારકના પાળિએ એક તકતી એની વફાદારીની શાખપુરે છે