Gujarati Quote in Good Morning by Bhavna Bhatt

Good Morning quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

" યાદગાર પ્રસંગ પર રચના "
લેખ.... 3-4-2019

હું આણંદ પાસેના ગામડી ગામની મારા જન્મ પછી મારી મમ્મી પ્રભુને પ્યારી થઈ ગઈ તો મારા પપ્પા નાનપણથી જ બહેરા મુંગા હતા એમણે મને મોટી કરી મારાથી ત્રણ ભાઈઓ મોટા હતા. ઉંમર થતા મારા પપ્પા એક સગા મારફત અમદાવાદ છોકરો જોવા આવ્યા અને તેમણે મને આવીને ઈશારા ની ભાષામાં સમજાવ્યું મે લગ્ન માટે હા પાડી અને ત્રણ જ મહિનામાં અમારા લગ્ન થયા. લગ્ન પછી થોડા જ મહિનામાં દિવાળી આવતી હોવાથી મારા સાસુમાં એમના દિકરાને કહ્યુ કે ભાવનાને શહેરમાં લઈ જા અને એને પહેલી દિવાળી છે તો જે જોયે તે લઈ આપ. અમે મણિનગર રહીએ.
અમે સ્કુટર પર રતનપોળ ગયા થોડી ખરીદી કરી પછી ઘરે જતા હું સ્કુટર પર બેસુ એ પહેલાં એક ગાંડી વચ્ચે અાવી તો હું એક બાજુ ઉભી રહી એમને એમ કે હું બેઠી છું એ જતા રહ્યા. એ જમાનામાં મોબાઈલ ન હતા કાળા કલરના ફોન હતા મને ઘરનો ફોન નંબર યાદ નહોવાથી અને હું રૂપિયા રાખતી ન હતી સાથે તો રતનપોળના નાકે ઉભી ઉભી રડુ મને એવી સમજ ના પડે કે રીક્ષામાં બેસીને ઘરે જઈ રૂપિયા આપી દેવાય. એ રિલીફ રોડ પોહચ્યા અને એમણે પાછળ જોયું કે હું બોલુ છું તુ જવાબ કેમ નથી આપતી એ શોધતા પાછા આવ્યા અને ઘરે કહ્યુ બધા હસી પડ્યા. હું આ દિવસ ભુલતી નથી...

ભાવના ભટ્ટ અમદાવાદ.....

Gujarati Good Morning by Bhavna Bhatt : 111124427
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now