*કદીક સીધું,*
*કદીક આડું,*
*ચાલ્યાં કરવાનું આ ગાડું.*
*કર્મની ઘંટી દળતી રહેતી,*
*થોડુંક ઝીણું, થોડુંક જાડું.*
*સપનાંઓને રોકો ત્યાં તો,*
*ઈચ્છાઓનું આવતું ધાડું.*
*આંસુનાં તોરણો બાંધીને આંખો પૂછે,*
*સેલ્ફી પાડું.!?*
*આ જીવન છે જ અડવીતરું*
*બસ, દિલ થી જીવી લો થોડું.!*
- અજ્ઞાત