Gujarati Quote in Microfiction by SABIRKHAN

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

"Moral storry"


બેઈમાની..


મોસમ બદલાઈ રહ્યો હતો. દિ ઉગતા જ ગરમીનો ઉકળાટ વર્તાતો.
ટેક્સ્ટાઇલ માર્કેટની મોર્નિંગ જામ રહેતી.
સાડીઓ અને ડ્રેસીસની ગડી કરી લઈ આવતા મારવાડીઓના ટેમ્પાઓનો માર્કેટમાં દબદબો રહેતો.
ગાડી પાર્ક કરી સ્ટોર સુધી ચાલવામાં જરાય ગફલતમાં રહ્યા તો પોટલા વાળા હડસેલો મારી આગળ વધી જતાં.
સ્ટોર ખોલી સફાઈ કરાવી અમે દિવાબત્તી કરી.
સરકનો માલ નાખી જતા પોટલાવાળાનો ધસારો જોયો.
મારે બિલિંગ અને એકાઉન્ટનું કામ સંભાળવાનું.. wholesale's સ્ટોરનો માલિક આજ કંઈક ગડમથલ માં હતો.
11 નંબર નું ગોડાઉન ખાલી કરવું હતું ઠાંસી-ઠાંસીને માલ ભરેલો.
આવી ગરમીમાં માલને ફેરવવો એટલે માણસનુ તેલ નીકળી જાય.
એણે એક પોટલા વાળાને બોલાવી ગોડાઉનનો માલ ફેરવવાનું કામ ચીંધ્યુ.
મજૂરીયાત માણસો પાપી પેટનો ખાડો પુરવા આવી કાળજાળ ગરમીમાં ભારેખમ વજનના પોટલા ઉંચકી આખો દિવસ દોડાદોડ કરી ત્રણસો ચારસો રૂપિયા માંડ ભેગા કરે.
એટલે આવી રીતે જ્યારે એકસામટુ કામ મળી જાય એટલે તડકો વેઠવા કરતાં છાયામાં રળી લેવાનુ પસંદ કરતા..
"કેટલા લેવાનો..?" સ્ટોરના માલિકે રૂઆબભેર પૂછ્યું.
"શેઠજી સમજી ને આપી દેજો માલ ઘણો છે..!"
"ચાલ ફટાફટ કામ પતાવ.. ગોડાઉનનો માલ સ્ટોરમાં લેવાનો છે..!"
એ અભણ મજુર કામે વળગી ગયો.
ત્રણ કલાકની સખત મહેનત પછી એણે ગોડાઉન ખાલી કરી દીધું.
"કેટલા આપું..?" શેઠે સંકુચિત મન કરી પૂછ્યું.
પરસેવે રેબઝેબ થયેલા મજૂરે જુના રૂમાલ વડે પોતાનો ચહેરો લૂછતાં કહ્યું.
આપી દો સાહેબ જે આપવું હોય..એ..!
મને એમ કે મજુરનું આખા દિવસનું કામ થઈ ગયું.
પણ મારી આંખો તો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે સ્ટોર માલિકે 200 રૂપિયાની નોટ પોટલા વાળાના હાથમાં મૂકી.
એક પણ શબ્દ એ ના બોલ્યો. પણ એની આંખોની લાચારી ઘણું બધું કહી દેતી હતી. એક નજર શેઠ સામે નાખી એ ચાલતો થયો.
શેઠની નફ્ફટાઈ સામે હું એક પણ શબ્દ બોલી ન શક્યો.
બેઈમાની આવા પૈસાદાર માણસોના લોહીમાં ભળી હોય છે. મારાથી રહેવાયું નહીં એટલે વોશરૂમના બહાને હું એની પાછળ ગયો.
લિફ્ટના એક ખૂણા પર ઉભો ઉભો એ રડતો હતો. મારું હૃદય ભીંજાઈ ગયું આંખોમાં શ્રાવણ-ભાદરવો વરસી ગયો. ને એની પીઠ થાબડી કહ્યું ભલા માણસ જેવું કામ કરી જાણો છો જેવા પૈસા માગતા પણ શીખો..! જમાનો બહુ ખરાબ છે ગરીબના મોઢાનો કોળિયો પણ છીનવી જશે..!
મારી મુઠ્ઠીમાં રહેલા 500 રૂપિયા ચૂપચાપ તેના હાથમાં પકડાવી દીધા.
અને કહ્યું. જેનું કામ કરો એના દામ તય કરો..!
એણે પોતાનાં આંસુ લુછી. હકારમાં માથું હલાવ્યું.
કેટલાક ઈમાનદાર નાના માણસોની મોટાઈ ઉડીને આંખે વળગે છે.
અને પૈસા વાળા કહેવાતા મોટા લોકોનું  નિમ્ન સ્તર જોઇ એમની દયા આવે છે.
પૈસો ભેગો કરીને  ક્યાં સાથે લઈ જવાના..?
કોઈ ગરીબને પૂરતો મહેનતાણું ના આપી એના ઘરના ચિરાગનો કોળીયો છીનવી લેવાની ધૃષ્ટતા ક્યારેક જિંદગી નર્ક બનાવી દે એની એમને જાણ હોતી નથી

Gujarati Microfiction by SABIRKHAN : 111123902
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now