વિવેક તો આને કહેવાય...
* * * * * * * * * * * * * *
ભાભી : "હેલો... કેમ છો દીદી ?"
નણંદ : "હેલો ભાભી, મજામાં....
મેં એમ કહેવા ફોન કર્યો છે કે કનુ મનુને 18 તારીખે વેકેશન પડે છે. તો હું વિચારું છું કે 19 તારીખે સવારની બસમાં હું આવું છું...."
ભાભી : "હા, તો આવો ને, તમારું જ ઘર છે... એમાં પૂછવાનું હોય !"
નણંદ : "ભાભી, પહેલી તારીખ સુધી રોકાઈશું."
ભાભી : "ભલે ભલે..."
નણંદ : "બોલો બીજું શું ચાલે છે ?"
ભાભી : "બસ શાંતિ છે... મારે પણ ગુડ્ડીની પરીક્ષા 19 તારીખે પૂરી થશે. તો 20 તારીખથી બધું નવું કામ કરવા વિચારું છું. ચાદરો,બ્લેન્કેટ ધોઇશ, વેફર,ચકરી કરીશ,ભરવા ના ઘઉં, ચોખા આવશે તો સાફ કરીશ.... બીજા થોડા નાના-મોટા કામ ઘણા સમયથી રહી જાયછે તે પતાવી ને પછી હું પણ વેકેશનમાં રોકાવા જઈશ."
નણંદ : "ભાભી, યાદ આવ્યું. મારે પણ આવુ બધું તો હજુ બાકી છે. તો હવે હું 25 તારીખ પછી આવીશ."
ભાભી : "લો, એવું ન કરો, દીદી ! આવ્યા હોત તો મને પણ બહુ ગમત. સથવારો પણ થાત ને."
નણંદ : "ભલે, હું પછી ફોન કરીશ. આવજો."
- ??
જય વેકેશન...