મને સૌથી સવાયો લાગતો પરિવાર મારો.
સંયુક્ત કુટુંબમાં એ ગમતો પરિવાર મારો.
છત્રછાયા પિતાની સદૈવ શીતળતા દેનારી,
માતાની લાગણીથી શોભતો પરિવાર મારો.
મમતા માતાનીને ક્ષમતા પિતાની વરતાતી,
સંપ સહકાર થકી જે દીપતો પરિવાર મારો.
જતું કરવાની ભાવના એકમેકના અંતરમાં,
શબ્દે દરેક મધુવેણ ઉચ્ચરતો પરિવાર મારો.
સમૂહ પ્રાર્થનાને સમૂહ ભોજને એક થૈ જતો,
સદાય એ દૂરીથકી દૂર રહેતો પરિવાર મારો.
મટી જતું મારું- તારું ને સૈયારાની મૂડી જ્યાં,
પ્રત્યેકના સુખદુઃખમાં સાથ દેતો પરિવાર મારો.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '