સંબંધો ની વિશેષ વાત....
આજ કાલ હરીફાઈ ના ચક્કર માં આપણા સંબંધો(મિત્ર,કુટુંબ,વગેરે) દિવસે દિવસે ઘટતા જાય છે.વિજ્ઞાન અને ટેક્નોલોજી નાં યુગ માં આપણે આપણી લાઈફ તો સરળ કરી લીધી પણ સંબંધો ની બાબત માં આપણે નિષ્ફળ છીએ.આપણે ને કેમ બીજા પ્રત્યે ઈર્ષા ભાવ આવે ,અરે...તમે ધ્યાન થી તમારા મન નું અવલોકન કરજો એ ઈર્ષા ભાવ નાં વિચાર માં કાંઈ પાયો છે ખરો,એની યોગ્યતા આલગ,એની પાછળ નાં પરિબળો અલગ તો પણ ઈર્ષા ક્યાંથી આવી જાય.આતો એક ઈર્ષા નું ઉદારણ બાકી બધી બાબતો માં આવા જ વિચારો આપણા મન ની લાગણી,પ્રેમ, ને ઓછા કરે છે.આપણે કેમ એ વ્યક્તિ નાં સારા ગુણ કે સારી પ્રતિભા ના વિચાર નથી આવતા.આ દુનિયા નો સનાતન સિદ્ધાન્ત છે કોઈ ની સાથે સંબંધો ને બગળતા અટકાવ હોય તો જયારે જયારે એ વ્યક્તિ ની ઈર્ષા કે ખામી યાદ આવે એ વ્યક્તિ નું આપણા પ્રત્યે નું ઋણ યાદ કરી લેવાનું,એ વ્યક્તિ માં સારૂ શું છે યાદ કરી લેવાનું...આ વિચારસરણી સાથે બધા સહમત ના હોય એવું બની શકે,માફ કરશો.
જય હિન્દ,જય ભારત