એક પછી એક વર્ષ વીતતું જાય છે
સમય તેની નિયત ગતિ થી આગળ વધતું જાય છે
રહી જાય છે ખાલી થોડી યાદો ને અનુભવો
બાકી સમય તો રેતી ની જેમ સરકતું જાય છે
ખુશી, આનંદ, સ્નેહ, દુઃખ, વેદના જિંદગી
ના આ દરેક રંગ નવું ને નવું શીખવતા જાય છે
થઈ જવાનું છે એક દિવસ માટી માં જ વિલીન
છતાં ઝંખના ઓ ની પાછળ માનવી સતત દોડતો જાય છે...