Gujarati Quote in Thought by Mehul Mer

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#MoralStories

વિશાલને પોતાનો બિઝનેસ હતો.પૂરો દિવસ એ તેમાં જ વ્યસ્ત રહેતો.એક દિવસ થાકીને ઑફિસેથી એ ઘરે આવ્યો.રોજની જેમ આજે પણ તેણે તેની પત્ની જયા સાથે ઝઘડો કર્યો અને જમ્યા પછી રોજની ટેવ મુજબ પોતાનાં ગાર્ડનમાં બેસી એ સિગરેટના કશ ખેંચી રહ્યો હતો.તેની સાત વર્ષની બેબી માહી પાસે આવી ખોળામાં બેસી ગઈ અને રડતાં રડતાં કાલીઘેલી ભાષામાં પૂછ્યું,“પાપા પાપા તમે સિગલેત કેમ પીઓ તો?,સિગલેતથી કેન્તલ થાય.”
વિશાલે વહાલથી તેના માથાં પર હાથ ફેરવી કહ્યું,“મને ખબર છે બેટા પણ પૂરો દિવસ મગજ પર ટેન્શન આવે અને ઘરે આવી તારી મમ્મી જોડે ઝઘડો થાય એટલે એ ટેન્શન દૂર કરવા હું સિગરેટ પીઉં છું”
“તો તો મને પન સિગલેત આપો ને પાપા”
“કેમ તને વળી શેનું ટેન્શન છે?”વિશાલે હસીને પૂછ્યું.
“માલો દોસ્ત લવ છે ને તેના પાપા પણ સિગલેત પીતા,એક વર્ષ પહેલાં તે કેન્સરને કારણે મૃત્યુ પામ્યા.મારો દોસ્ત મને કહે છે કે ‘માલા મમ્મી માલા ભવિષ્યને લઈને ટેન્શનમાં છે’તો તેઓને પણ સિગલેતની જલુલ પડશેને?”
પાછળ જયા ઉભી હતી.એ માહીને તાંકી તાંકીને જોઈ રહી હતી.
“પાપા તમે પણ આ સિગલેતથી મલી જશો તો મમ્મીને પણ જલુલ પડશે.તમે મને બે સિગલેત આપો”
વિશાલે જયા સામે જોયું.સિગરેટને બુઝાવી ઉભો થયો અને માહીને તેડી લીધી.
“બેટા હું હવે આજ પછી ક્યારેય સિગરેટ નહિ પીઉં”ક્ષમાભાવ સાથે વિશાલે માફી માંગી.જયા પાસે પણ માફી વિશાલ બંને સાથે રૂમ તરફ ચાલતો થયો.
.....Quit Smoking

Gujarati Thought by Mehul Mer : 111121039
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now