તું મને રોજ મળે કે નહીં પણ
તારી યાદો રોજ મને મળે છે
મારા દિવસભર ના કામ માં
એકાદ ક્ષણ ને ચોરીને
તારી યાદ સરકી આવે છે
તેને હું પંપાળી લઉં છું ને
વળી રાત પડે ત્યારે ચુપકે થી
તારી યાદ આવીને મારી આંખો
માંથી આંસુ સાથે વહી જાય છે
હું તેને વહેવા દઉં છું ને વળી
ક્યારેક તારી યાદ જુના મેસેજ
ના રૂપે મળી જાય છે તેને વાંચીને
હું જરા હસી લઉં છું તો વળી
વહેતી હવા ની લહેરખીઓ સાથે, સવાર ના
સુરજ ની પહેલી કિરણ ને આથમતી સંધ્યા ના રંગો
સાથે તારી યાદ પહોંચી આવે છે મારી પાસે
હું તેને સ્નેહ ને વ્હાલ થી સાચવીને રાખી લઉં છું
બસ એક તું નથી મળવા આવતો બાકી
મને ક્યારેક હસાવતી ને ક્યારેક રડાવતી
તારી યાદો રોજ મારી પુછા કરતી
મને મળવા માટે પહોંચી જાય છે...