પંખી નો માળો
તનિષા ખૂબ ખુશ હતી, એનું નવું ઘર ને એનો મોટો પરિવાર. હજી તો થોડાક જ મહિના થયાં હતા. અષાઢ ની શરૂઆત હતી તેના ઘર પાસે સુંદર મજાની ચકલી પોતાનું ઘર બાનાવા આમતેમ ઊડતી હતી. પછી એને પોતાનું સુંદર ઘર બનાવ્યું. તનિષા રોજ એ ચકલી ને જોઈ ખુશ થતી. એના સુંદર ઘર જોઈ એની સમજણ શક્તિ થી પ્રભાવિત થતી. એ ચકલી ને એનો માળો તનિષા ના જીવન નો અભિન્ન અંગ બની ગયું હતું. એક દિવસ તેને બહાર જવાનું થયુ. ઘરે તેના સાસુ બાળકો સાથે સફાઈ અભિયાન શરૂ કર્યું. ચકલી નું માળો ખૂબ કચરો કરે છે કહી ને તેનો માળો તોડી બહાર ફેકી દીધું. તનિષા ઘરે આવે છે ને આવતાજ તેની નજર માળા તરફ જાય છે પણ માળો ન જોતા જ તેને ચીસ પાડી. ઘરના બધા જ અવાચક બની તેને જોઈ રહ્યા. તનિષા પ્રશ્નાર્થ નજરે જોતી રહી. અચાનક તેના સાસુ ના અવાજ થી તે ભાન માં આવી. તે કંઈક બોલે તેનાથી પેહલા તનિષા ને સમજાઈ ગયુ.તનિષાની પેલી ચકલી સાથે ની આત્મીય લાગણી વિશે અહીં કોણે જાન હતી?દિવસો વીતતા ગયા તનિષા પેલી ચકલી, ને તેના માળા ને પોતાના સ્મરણ ની પેટી માં સાચવી રાખી હતી.
ફરી એક એવી સવાર આવી સૂર્ય ના કિરણો નવી આશા સાથે તનિષા ના ઘર પાસે દસ્તક લીધી. તનિષા ને ફરી ચકલી દેખાઈ જે પોતાના ઘર માટે આમતેમ ઊડતી હતી. તનિષા ખુબ ખુશ થઈ પણ સાથે ચિન્તા ના વાદળે તેની ઘેરી લીધા