મજાક.... 25-3-2019. લેખ
જીવનમાં રોજ થતી ઘટનાઓમાં જ બને છે મજાક,
ચાલો તો એવા થતા કિસ્સાઓ પર કરી લઈએ મજાક.
ખૂબ જ ધ્યાનથી ઉંડાણમાં અભ્યાસ કરતી વખતે મમ્મી બૂમો પાડીને ઉઠાડે કે ઉઠ અને ભણવા બેસ એને કહેવાય મજાક. ?
સંતાન ગુગલ, માઈક્રોસોફ્ટ જેવી જગ્યાએ નોકરીએ લાગી જાય,
તો પણ ઘરના વડીલ સરકારી નોકરી ની જ ઘેલછા રાખે એને કહેવાય મજાક. ?
એક ટકા જ બેટરી બાકી હોય અને ચાર્જીગમાં મૂકીને સૂઈ જઈએ,
પણ સવારે ખબર પડે કે સ્વિચ પાડવાની જ રહી ગઈ હતી એને કહેવાય મજાક. ?
એક સાચી સલાહ આપુ " કોઈ ને સલાહ ન આપવી "
એવુ કહીને આપણને સલાહ આપી જાય એને કહેવાય મજાક. ?
વ્યંગ, કરુણ, સચોટ, સત્ય અને ભાવનાત્મક કૃતિ લખવાવાળી,
જ્યારે આમ હાસ્ય ની વાત કરી જાય તેને કહેવાય મજાક.
ભાવના ભટ્ટ અમદાવાદ....