ધસમસતા સાગર માં જો નાવ હોવ હું
અને મુસાફર બને તું તો
તુફાન ની પણ ક્યાં ખબર પડે છે ......
ભયાનક વગડા માં જો મશાલ હોવ હું
અને અગ્નિ બને તું તો
અંધકાર ની પણ ક્યાં ખબર પડે છે......
ધગધગતા રણ માં જો તૃષ્ણા હોવ હું
અને જળ બને તું તો
તાપ ની પણ ક્યાં ખબર પડે છે......
જીવન ની હરીફાઈ માં જો સમય હોવ હું
અને મંજર બને તું તો
ક્ષણ ની પણ ક્યાં ખબર પડે છે.......
ભલે ને એક કોરું પુસ્તક હોવ હું
અને દાસ્તાન બને તું તો
લખવાં ની પણ ક્યાં ખબર પડે છે......