"રંગ"(તારી પ્રીત નો રંગ)
પ્રણયનાં રંગે રંગાવા બસ ,
એક રંગીન બહાનું જોઈએ છે,
રંગોની હોળીનું તો બસ,
એક કારણ નાનું જોઈએ છે.
પ્રીતનાં કેસૂડાં ને તો બસ,
સ્નેહનો કેસરી રંગ જોઈએ છે,
પ્રગાઢ આલીંગનનું તો બસ,
સપ્તરંગી બહાનું એને જોઈએ છે.
પ્રેમની લ્હાણી કરવા બસ,
અટવાયેલું રહેવા એ તરસે છે,
ખબર નહીં કેમ?
હોળીનું તો અનોખું બહાનું એનેં જોઈએ છે.
તારી ખુશીની લાલી માં,
મારી લાગણીનો જીવંત રંગ જોઈએ છે,
સંવેદનામાં તારી સમાઈ જઉં,
અગાધ એવું પ્રણયનું આકાશ મનેં જોઈએ છે.
વિશ્વાસનાં રંગે રંગાવા,
તારાં હેતનાં હરખ મનેં જોઈએ છે,
મારાં પ્રણયનેં સજાવવા,
તારી પ્રીત નો પાવન રંગ જોઈએ છે.
દુનિયાથી લડી લેવા,
તારી પ્રીતનું પ્રોત્સાહન મનેં જોઈએ છે,
એકમેક માં રંગાઈ જવાય,
એવો અનેરો રંગ તારો મનેં જોઈએ છે.
અનોખી અલગ રંગોમય,
તારાં સહજીવનની ભેટ મનેં જોઈએ છે,
વિધાતાનાં રંગે રંગાઉં,
તુજ સંગ એવું સપ્તપદીનું સ્વર્ગ મનેં જોઈએ છે.
આજીવન તારાં રંગે રંગાઉ,
તારું એ અતૂટ વચન મનેં જોઈએ છે,
જીવનભર મૃત્યુ નેં લલકારતું,
બસ તારું એક આશ્વાસન મનેં જોઈએ છે.
માધવનાં રંગે રંગાતું,
અલ્લડ એ પતંગિયું મનેં જોઈએ છે,
મીસ. મીરાં નાં સ્વપ્ને,
છલકાતો આવો એક અનોખો રંગ મનેં જોઈએ છે.
મીસ. મીરાં