પ્રસ્વેદ ના તુજ બિંદુ થી
નિર્માણ થયું છે મારું અસ્તિત્વ
ટાઢ ને તાપ વેઠ્યાં મુજ થકી
જે થઇ હુંફાળું પ્રગટ્યું કર્તુત્વ
આંખો જલાવી રાત મા
તે ઠારી અંતર ક્ષુધા નું સત્ત્વ
તુજ સ્નેહ ના સ્પર્શ થી
મળ્યું છે એક વિશાળ મમત્વ
સંસ્કાર મુજ સિંચતા તુંજથી
એ નથી છાનું મારું બ્રમ્હત્વ
એક જ યાચના ઈશ્વર તણી
પિતા પૂજ્ય થાય એ મહત્વ............
???????