આ હથેળીએ ચાંદ પકડવાની જીદ કરી છે,
વિચારુ છું તારા ચહેરાને એમા સમાવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ. "
" આ આંખોએ સમુદ્રની ગેહરાઈ જોવાની જીદ કરી છે,
વિચારુ છું તારી આંખોથી આંખો મેળવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ. "
" આ હોઠોએ ફૂલોનો રસ પિવાની જીદ કરી છે,
વિચારુ છું તારા હોઠોનો સ્પર્શ કરાવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ. "
" આ આંગળીઓએ રેશમ પકડવાની જીદ કરે છે,
વિચારુ છું તારા વાળોને સેહલાવી,
તેની આ ઈચ્છા પુરી કરી દઉ. "
" આ હૃદયે કોઈને હમસફર બનાવવાની જીદ કરી છે,
વિચારુ છું દિલમાં તને સમાવી
તેની આ ઈચ્છા પુરી કરી દઉ. "
❤❤❤